ફ્રેન્ચ ઓપન ટેનિસમાં, વિશ્વની નંબર એક આર્યના સબાલેન્કા આજે સાંજે મહિલા સિંગલ્સ ટાઇટલ મૂકાબલામાં વિશ્વની નંબર બે કોકો ગૌફ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યે શરૂ થશે.
બેલારુસની સબાલેન્કાએ પોલેન્ડની ખેલાડી અને પાંચમી ક્રમાંકિત ઇગા સ્વિએટેકને 7-6,4-6,6-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે અમેરિકન ખેલાડી ગૌફે સેમિફાઇનલમાં ફ્રાન્સની બિન ક્રમાંકિત લોઈસ બોઇસનને 6-1,6-2 થી હરાવી હતી. પુરુષ સિંગલ્સમાં, વિશ્વ નંબર એક જાનિક સિનર આવતીકાલે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ સામે ટકરાશે.
સિનરે સેમિફાઇનલમાં નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4,7-5,7-6 (3) થી હરાવ્યો હતો. પોતાના દેશ માટે ફાઇનલમાં પોંહચનાર 22 વર્ષીય આ ઇટાલિયન ખેલાડી માટે આ એક સીમાચિહ્નરૂપ જીત હતી, સેમિફાઇનલ હરીફ લોરેન્ઝો મુસેટ્ટી ઈજાના કારણે નિવૃત્ત થયા બાદ અલકારાઝ ફાઇનલમાં પહોંચ્યો હતો.
Site Admin | જૂન 7, 2025 2:28 પી એમ(PM)
ફ્રેન્ચ ઓપન ટેનિસમાં, વિશ્વની નંબર 1 આર્યના સબાલેન્કાનો મહિલા સિંગલ્સ ટાઇટલ મૂકાબલામાં વિશ્વની નંબર 2 કોકો ગૌફ સામે આજે સાંજે મૂકાબલો
