ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. ગઈકાલે મેક્રોનના વિશ્વાસુ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે અશાંતિના પહેલા કલાકો દરમિયાન 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે “બ્લોક એવરીથિંગ” ચળવળના બેનર હેઠળ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
મેક્રોન સરકારે મોટા પાયે અવ્યવસ્થાને રોકવા માટે દેશભરમાં 80 હજાર પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા હતા. તે છતાં, વિરોધીઓએ અનેક પ્રદેશોમાં બેરિકેડ ઉભા કર્યા, આગ લગાવી અને પ્રદર્શનો કર્યા.
Site Admin | સપ્ટેમ્બર 10, 2025 8:13 પી એમ(PM)
ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયા
