ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 13, 2025 2:01 પી એમ(PM) | ફ્રાન્સ

printer

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે

ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. કડકડતી ઠંડી વચ્ચે શ્રી મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય બ્લેર હાઉસની બહાર હાજર હતો.
શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, શ્રી મોદી અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ મુખ્ય વિશ્વ નેતાઓમાંના એક છે.
પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાનવોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસમાં રોકાશે.
પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેવ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાતો કરશે. પ્રધાનમંત્રી અમેરિકાના ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે.