ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ન્યૂયોર્કમાં 80મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી છે. સત્રને સંબોધતા, શ્રી મેક્રોને કહ્યું કે પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવી એ એકમાત્ર ઉકેલ છે જે ઇઝરાયલને શાંતિ માટેનો સંદેશ પહોંચાડશે.., તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પેલેસ્ટાઇનના લોકોના અધિકારોને સ્વીકારવાથી ઇઝરાયલના લોકોના અધિકારોમાંથી કંઈ છીનવાઈ જતું નથી,ફ્રેન્ચ રાષ્ટ્રપતિની આ જાહેરાત કેનેડા, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા દ્વારા પણ પેલેસ્ટાઇનને ઔપચારિક માન્યતા આપવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી છે. યુકે અને ફ્રાન્સના નિર્ણયોને એટલા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે બંને G7 અને યુએન સુરક્ષા પરિષદના સભ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:20 એ એમ (AM)
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની જાહેરાત કરી