ફ્રાન્સના પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયરની સરકારે, નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. છ દાયકાના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે.
સાંસદોએ પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયર અને તેમની કેબિનેટ સામે અવિશ્વાસનો મત પસાર કર્યો હતો. નેશનલ એસેમ્બલીના નીચલા ગૃહના 577 માંથી 331 સભ્યોએ બાર્નિયરની મધ્યમમાર્ગી લઘુમતી સરકારને હટાવવા માટે મત આપતા બાર્નિયર ટૂંક સમયમાં રાજીનામું આપે તેવી અપેક્ષા છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું છે કે, આ ઘટનાક્રમને કારણે ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ થઈ છે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 2:35 પી એમ(PM)
ફ્રાન્સના પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયરની સરકારે, નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવતા દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે
