ફ્રાન્સના  જંગલમાં ગત મંગળવારે લાગેલી આગમાં  16,000 હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો છે.
અહેવાલો અનુસાર ભારે ગરમી, શુષ્ક પરિસ્થિતિઓ અને ભારે પવનને કારણે જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે. આગને કાબુમાં લેવા માટે 2100 થી વધુ અગ્નિશામક દળો, 500 ફાયર ટ્રક, લશ્કરી કર્મચારીઓ અને વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આગ 5 થી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM)
ફ્રાન્સના જંગલમાં લાગેલી ભિષણ આગમાં 16 હજાર હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો