બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટતા કરી કે, આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે. મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફિકૂલ આલમે જણાવ્યું, આવામી લીગ અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. તેમણે કહ્યું, પક્ષની રાજકીય પ્રવૃત્તિઓ પર હજી પણ પ્રતિબંધ છે અને એક રાજકીય પક્ષ તરીકે તેની નોંધણી રદ કરવામાં આવી છે.
શ્રી આલમે ગઈકાલ ઢાકામાં આવેલી વિદેશી સેવા અકાદમીમાં પત્રકારોને સંબોધતા આ વાત કહી. તેમણે એ પ્રશ્નોના પણ જવાબ આપ્યા, જે પત્રકારો મુજબ પાંચ અમેરિકી સાંસદ દ્વારા મુખ્ય સલાહકાર પ્રૉફેસર મોહમ્મદ યુનિસને મોકલેલા પત્ર સાથે જોડાયેલા હતા. તેમાં સમાવેશ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની પણ અપીલ કરી છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)
ફેબ્રુઆરીમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે તેવી બાંગ્લાદેશની વચગાળાની સરકારની સ્પષ્ટતા