આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ છે. ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતીગાર કરવાનાં હેતુથી દર વર્ષે પહેલી ઓગસ્ટે આ દિવસ મનાવાય છે.
રાજ્ય સરકારનું લક્ષ્ય રાજ્યને વૈશ્વિક સ્તરે મેડિકલ સર્વિસિઝ માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર બનાવવાનું છે. 2020થી 2024 દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ખાતે ફેફસાના કેન્સરના કુલ 4 હજાર 397 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
ગુજરાતમાં ફેફસાના કેન્સરની સારવારને સુલભ બનાવવામાં PMJAY-MA યોજના જીવનરેખા સાબિત થઈ છે. GCRIના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે , “ફેફસાના કેન્સર સામે સૌથી મોટું શસ્ત્ર જાગૃતિ છે. સમયસર તપાસ, તમાકુનો ત્યાગ અને પ્રારંભિક ચેતવણી સંકેતોની ઓળખ અનેક જિંદગીઓ બચાવી શકે છે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:47 એ એમ (AM)
ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ મનાવાશે.