ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની કોલકાતાની ટૂંકી મુલાકાત દરમિયાન આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ગુસ્સે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને હોબાળો મચાવ્યો. કાર્યક્રમ દરમિયાન વ્યાપક અંધાધૂંધી અને તોડફોડ બાદ આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક જાવેદ શમીમે જણાવ્યું હતું કે ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે પરિસ્થિતિ હવે સામાન્ય છે અને દર્શકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ટિકિટના પૈસા પરત કરવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
આ અગાઉ, રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝે પશ્ચિમ બંગાળ સરકારને કાર્યક્રમના આયોજકો અને પ્રાયોજકોની તાત્કાલિક ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.આ દરમિયાન, રાજ્ય સરકારે ગેરવહીવટની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ અશીમ કુમાર રેની આગેવાની હેઠળ એક તપાસ સમિતિની રચના કરી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2025 7:48 પી એમ(PM)
ફૂટબોલ સ્ટાર મેસ્સીની કોલકાતાના સ્ટેડિયમમાં દર્શકોએ હોબાળો મચાવ્યો – આયોજક સતાદ્રુ દત્તાની ધરપકડ કરાઈ.