ફૂટબોલમાં, ભારતે CAFA નેશન્સ કપ 2025 માં બ્રોન્ઝ મેડલ જીત્યો. તાજિકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે, ઓમાનને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું.ઉદંતા સિંહે બરાબરીનો ગોલ કર્યા બાદ મેચ 1-1 થી સમાપ્ત થઈ. પેનલ્ટી શૂટ-આઉટમાં ઓમાને પોતાની પહેલી બે તક ગુમાવી દીધી અને ગુરપ્રીત સિંહ સંધુએ અંતિમ પેનલ્ટી બચાવી અને ભારતે 3-2 થી જીત મેળવી.આ પહેલી વાર હતું જ્યારે, ભારતે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચમાં ઓમાનને હરાવ્યું.આ સાથે આ ઇવેંટનું સમાપન થયું.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 9:08 એ એમ (AM)
ફૂટબોલમાં, ભારતે CAFA નેશન્સ કપ 2025માં કાંસ્ય ચંદ્રક જીત્યો