ફૂટબોલમાં, ભારતની અંડર-20 મહિલા ટીમ અને ઇન્ડોનેશિયાની ટીમ વચ્ચેની મેચ ડ્રો ગઇ હતી. ગઈકાલે મ્યાનમારના યાંગોનના થુવુન્ના સ્ટેડિયમ ખાતે AFC અંડર-20 મહિલા એશિયન કપ 2026 ક્વોલિફાયર્સના ગ્રુપ D મેચમાં બંને ટીમ તરફથી એક પણ ગોલ કરાયો ન હતો.મેચ ડ્રો જવાના કારણે ભારતને એક પોઈન્ટ મળ્યો હતો, જ્યારે ગ્રુપ લીડર મ્યાનમારને દિવસની શરૂઆતમાં તુર્કમેનિસ્તાન સામે 6-1થી જીત મેળવીને ત્રણ પોઈન્ટ મળ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 7, 2025 10:00 એ એમ (AM)
ફૂટબોલમાં, ભારતની અંડર-20 મહિલા ટીમ અને ઇન્ડોનેશિયાની ટીમ વચ્ચેની મેચ ડ્રો