ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 3, 2024 12:02 પી એમ(PM)

printer

ફુટબોલમાં તુર્કીએ ઓસ્ટ્રિયાને 2-1થી હરાવીને UEFA યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ફુટબોલમાં તુર્કીએ ઓસ્ટ્રિયાને 2-1થી હરાવીને UEFA યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
તુર્કીના ડિફેન્ડર મેરિહ ડેમિરલે માત્ર 57 સેકન્ડમાં જ ગોલ કરીને યુરોપિયન ચેમ્પિયનશીપનાં નોક આઉટ રાઉન્ડમાં સૌથી ઝડપી ગોલનો નવો વિક્રમ સર્જ્યો હતો. ડેમિરલે 59મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રિયાના માઇકલ ગ્રેગોરિટ્શે તેમનો એક માત્ર ગોલ કર્યો હતો. તુર્કી હવે આગામી રવિવારે નેધરલેન્ડ્સ સામે રમશે.
અગાઉ નેધરલેન્ડ્સે રોમાનિયાને ત્રણ શૂન્યથી હરાવીને 16 વર્ષમાં પ્રથમ વાર ક્વાર્ટર ફાઇનલ્સમાં પ્રવેશ કર્યો હતો.