ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો, ઘાયલ સૈફઅલી લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ગત મોડી રાતના હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ગત મોડી રાતના એક હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફઅલી ખાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ ફિલ્મ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુંબઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે. મુંબઈ પોલીસે એક નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે, એક અજાણ્યો વ્યક્તિ રાત્રે સૈફઅલી અને કરીના કપૂરના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને અભિનેતા સૈફઅલી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ‘ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ અભિનેતા સૈફઅલી ખાનના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેની નોકરાણી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેને લઈને અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે શખ્સને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાનમાં આ શખ્સે સૈફઅલી ખાન પર હુમલો કરીને તેને ઈજા પહોંચાડી હતી. પોલીસ આ મામલાની તપાસ ચલાવી રહી છે.’