ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 31, 2025 9:18 એ એમ (AM)

printer

ફિલિપાઈન્સમાં યોજાયેલી 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં રાજકોટના રૂદ્ર પેથાણીએ સુવર્ણ ચંદ્રક જીત્યો.

ફિલિપાઈન્સનાં ક્વિઝોન સીટી ખાતે યોજાયેલી 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં રાજકોટ જિલ્લાના ધોરાજીનાં રૂદ્ર પેથાણીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ સાથે રુદ્રએ આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ -2023, આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ – 2024, આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ – 2025માં ચંદ્રક સાથે સુવર્ણ ચંદ્રકની હેટ્રિક કરી છે, જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વિજ્ઞાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ-2025 જીવવિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટેની એક પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધા છે. જેનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને જીવવિજ્ઞાનમાં રસ લેવા પ્રોત્સાહિત કરવાનો, આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવિક જ્ઞાન અને કૌશલ્યોનું પ્રદર્શન કરવાનો, અને જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં ભવિષ્યના વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ