ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2024 2:07 પી એમ(PM) | ફિલિપાઇન્સ

printer

ફિલિપાઇન્સે વિનાશક વાવાઝોડુ ‘ઉસાગી’ દેશના ઉત્તર ભાગમાં આગળ વધતાં સૌથી મોટા વાવાઝોડા માટેની ચેતવણી જાહેર કરી છે

ફિલિપાઇન્સે વિનાશક વાવાઝોડુ ‘ઉસાગી’ દેશના ઉત્તર ભાગમાં આગળ વધતાં સૌથી મોટા વાવાઝોડા માટેની ચેતવણી જાહેર કરી છે. 180 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહેલુ ઉસાગી વાવાઝોડું આજે સૌથી વધુ વસ્તી ધરાવતા લુઝોન પ્રાંતના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન સર્જે તેવી શક્યાતાઓ છે.
તંત્રએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાના લીધે દેશના ઉત્તર ભાગમાં પૂર અને ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે. અત્યાર સુધીમાં આ વિનાશક વાતાવરણ પલટાને કારણે 100 લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટાપાયે માલસામાનને નુકસાન થયુ છે. આ અઠવાડિયામાં દક્ષિણ ચીન સમુદ્ર અને ઉત્તર પેસીફીક સમુદ્રમાં પ્રથમ વાર 4 ઉષ્ણકટિબંધીય વાવાઝોડા એકસાથે ટકરાતાં આ પરિસ્થિતિ સર્જાઇ છે.