ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી શ્રી માર્કોસની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી માર્કોસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ મળશે. રાષ્ટ્રપ્રમુખ માર્કોસની આ મુલાકાત બંને દેશોના ટોચના નેતાઓને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 7:40 એ એમ (AM)
ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે
