ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઅલડેઝ માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટાએ શ્રી માર્કોસનું સ્વાગત કર્યું હતું.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસની આ પહેલી ભારત મુલાકાત છે. રાષ્ટ્રપતિ માર્કોસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર પણ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ માર્કોસને મળશે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 8:15 પી એમ(PM)
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ રોમુઅલડેઝ માર્કોસ જુનિયર ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા
