ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસની આ પહેલી ભારત મુલાકાત હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ માર્કોસ મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ માર્કોસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર પણ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ માર્કોસને મળશે.
રાષ્ટ્રપતિ માર્કોસની રાજકીય મુલાકાત ભારત-ફિલિપાઇન્સના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. આ મુલાકાત બંને દેશો માટે ભવિષ્યના દ્વિપક્ષીય સહયોગ માટેનો માર્ગ નક્કી કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિશ્વાસ બનાવવાની તક છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:17 પી એમ(PM)
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે