ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપ 58 કિલોમીટરની ઊંડાઈએ હતો. યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ સુનામીની ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવાયું કે, ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની અંદર આવેલા દરિયાકાંઠા પર સુનામી મોજા ઉછળવાની શક્યતા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ગયા અઠવાડિયે, ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.
Site Admin | ઓક્ટોબર 10, 2025 1:45 પી એમ(PM)
ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો