ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ હતી, જેમાં તેમના પર હોદ્દા પર રહેતા ઘાતક ડ્રગ વિરોધી કાર્યવાહી બદલ માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ મુકાયો હતો. ફિલિપાઇન્સની સરકારે જણાવ્યું હતું કે શ્રી દુતેર્તેને તેમના પરિવાર સાથે હોંગકોંગથી પહોંચ્યા બાદ મનીલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડી લેવાયા હતા, જે વૈશ્વિક અદાલત દ્વારા ધરપકડ કરાયેલા પ્રથમ ભૂતપૂર્વ એશિયન નેતા બન્યા છે. તેમના વકીલોએ તાત્કાલિક મનીલામાં સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી કે તેમને યુરોપમાં ICC ને સોંપવા માટે ફિલિપાઇન્સની બહાર લઈ જવાના કોઈપણ પ્રયાસને રોકવામાં આવે. પત્રકારો સાથે વાત કરતા, ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નજીકના સાથી સેનેટર બોંગ ગોએ તેમની ધરપકડને તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું.
Site Admin | માર્ચ 11, 2025 6:49 પી એમ(PM) | ધરપકડ
ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ
