પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે. ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે.
આગામી દિવસોમાં જરૂર પડ્યે આરોગ્ય કેમ્પમાં જટિલ રોગ માટે તજજ્ઞ ડોક્ટરોની પણ મદદ લેવાશે.
ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનની સફળતાનો ચિતાર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ગત વર્ષે બે હજાર 200 જેટલા પત્રકારોએ આરોગ્ય તપાસ માટે નોંધણી કરાવી હતી. 264 જેટલા પત્રકારોને આરોગ્ય સમસ્યા જણાઈ હતી. જેમાંથી 44 જેટલા પત્રકારોને ગંભીર બીમારી જણાતા હોસ્પિટલ માટે રિફર કરાયા હતા.
Site Admin | ઓક્ટોબર 9, 2025 8:17 એ એમ (AM)
‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ ઝૂંબેશ હેઠળ પત્રકારોની આરોગ્ય ચકાસણીનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો
