ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 24, 2025 8:44 એ એમ (AM)

printer

ફિજીના પ્રધાનમંત્રી સિટેની લિગામામાડા રાબુકા આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે

ફિજીના પ્રધાનમંત્રી સિટેની લિગામામાડા રાબુકા આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ રહેશે. શ્રી રાબુકા સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવા મંત્રી, રતુ એન્ટોનિયો લાલાબાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રધાનમંત્રી રાબુકાની ભારતની પ્રથમ મુલાકાત છે. શ્રી રાબુકા આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. શ્રી રાબુકા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે.
ભારત અને ફિજી વચ્ચેના લાંબા ગાળાના અને સ્થાયી સંબંધો માટે ફિજીના પ્રધાનમંત્રીની મુલાકાત મહત્વપૂર્ણ છે.