ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 7:06 પી એમ(PM) | ફિજી

printer

ફિજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે

ફિજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે, તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી.
ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં ફિજીના નાયબ પ્રધાનમંત્રીએ ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વિકાસ કર્યો છે, તેનો લાભ ફિજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી.
તેમણે કૃત્રિમ બુધ્ધિમત્તા અને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી તથા સાઇબર સિક્યુરિટી ક્ષેત્રમાં પણ ગુજરાત ફિજીને સહયોગ કરી શકે તેવી સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.
ફિજીમાં શેરડીનું મોટાપાયે ઉત્પાદન થાય છે, જેથી ઇથેનોલ બનાવવા ગુજરાત સહયોગ કરી શકે તેમ હોવાનું ફિજીના નાયબ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ફિજીના નાયબ પ્રધાનમંત્રી ગિફ્ટસિટી અને અમુલ- આણંદની મુલાકાતે પણ જવાના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ