જાન્યુઆરી 21, 2026 10:16 એ એમ (AM)

printer

ફળોનો રાજા ગણાતી કેરીનું આ વખતે વલસાડમાં મબલખ ઉત્પાદન થાય તેવી આશા

ફળનો રાજા કેરી અને કેરીનો રાજા હાફૂસ, જે જગવિખ્યાત કહેવાય છે. વલસાડ જિલ્લામાં 38 હજાર 626 આંબાવાડી છે, જેમાં હાફૂસના ઝાડ, પાયરી, કેસર, રાજાપુરી, બારમાસી પાછળથી ઓ સોનપરી વગેરે કેરીથી જાતો છે.વલસાડ જિલ્લાના અગ્રણી ખેડૂત સુનિલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં મંજરી હજુ વધારે ફૂટવાની શક્યતા છે. પરંતુ ખેડૂતોએ થોડી સાવધાની રાખવી પડશે. જેમ કે, હવામાનમાં ફેરફાર થાય છે એટલે આંબાવાડીઓમાં દવાનો છંટકાવ કરવાની અત્યંત જરૂર છે.