આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. વર્ષ ૧૯૫૯માં આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૨૧ ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પોલીસ કર્મચારીઓની અનુકરણીય હિંમત અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્ર અને લોકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પોલીસની અતૂટ પ્રતિબદ્ધતા આપણા ઊંડાણપૂર્વકના આદરને પાત્ર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોલીસ સ્મૃતિ દિવસ પર પોલીસ કર્મચારીઓની હિંમતને સલામ કરી અને તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, પોલીસ કર્મીઓનું અડગ સમર્પણ રાષ્ટ્ર અને લોકોને સુરક્ષિત રાખે છે. તેમણે કહ્યું કે, કટોકટી અને જરૂરિયાતના સમયે તેમની બહાદુરી અને પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.
પોલીસ સ્મૃતિ દિવસ પર પોલીસ કર્મચારીઓને શુભેચ્છા પાઠવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે, પોલીસ દળોએ ગુનાઓ અને આંતરિક સુરક્ષા માટેના જોખમોને નિષ્ફળ બનાવી અને નાગરિકોના અધિકારોનું અનુકરણીય હિંમત અને પ્રતિબદ્ધતા સાથે રક્ષણ કરીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 1:21 પી એમ(PM)
ફરજ દરમિયાન સાહસ અને શોર્ય દર્શાવીને શહિદ થનારા પોલીસ કર્મીઓને સમગ્ર રાષ્ટ્રે નતમસ્તક શ્રધ્ધાંજલી અર્પી