‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવામાં આવી છે. આ શાળાઓમાં ગાંધીનગરની પાલજ અને અહમદપુર તેમજ ખેડાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ કરાયો છે. જેમને રાજ્યકક્ષાના ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરાયા છે. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતા આ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે એક લાખ, 75 હજાર અને 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 3:21 પી એમ(PM)
‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવામાં આવી