પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવાની સંધિને અંતિમ સ્વરૂપ આપવા દક્ષિણ કૉરિયાના બુસાનમાં યોજાયેલા વૈશ્વિક સંમેલન ગઈકાલે અનિર્ણિત પૂર્ણ થઈ છે. આ આંતર-સરકારી સંવાદ સમિતિની પાંચમી બેઠક હતી, જે વર્ષ 2022ના પ્લાસ્ટિક પ્રદૂષણ પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવવાની સમજૂતી નક્કી કરવા અંગે કામ કરી રહી છે.
અઠવાડિયા સુધી ચાલેલા સંવાદમાં 200 જેટલા દેશ જોડાયા હતા. દરમિયાન પ્લાસ્ટિક ઉત્પાદન અને હાનિકારક રસાયણો પર નિયંત્રણની માગ કરનારા દેશો અને માત્ર પ્લાસ્ટિક કચરાના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરનારા દેશો વચ્ચે મતભેદ જોવા મળ્યા. ચર્ચા બાદ ગઈકાલે જાહેર કરાયેલા સંધિ મુસદ્દામાં મોટાભાગની ચિંતા વણઉકેલાયેલી રહી ગઈ. હવે આગળના સંવાદ માટે તમામ દેશ આવતા વર્ષે મળશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:39 પી એમ(PM)
પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવાની સંધિને અંતિમ સ્વરૂપ આપવા દક્ષિણ કૉરિયાના બુસાનમાં યોજાયેલા વૈશ્વિક સંમેલન ગઈકાલે અનિર્ણિત પૂર્ણ થઈ છે
