જુલાઇ 3, 2025 8:40 એ એમ (AM)

printer

પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવાની લોક જાગૃતિ માટે આજે “વિશ્વ પ્લાસ્ટિક બેગમુક્તિ દિવસ” મનાવાશે

સમગ્ર વિશ્વમાં આજે ‘વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ’ મનાવાશે. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવા અને જાગૃતિ લાવવા આ દિવસ મનાવાય છે.રાજ્યના વિવિધ જાહેર સ્થળોએ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવા બેગ ATM મૂકવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ માત્ર 200 દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ કાપડની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણ બચાવવાના સંકલ્પને ચરિતાર્થ કર્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 260 કાપડની થેલીના નવા વિતરણ મશીનનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ આ મશીનો દ્વારા અત્યાર સુધીમાં 20 હજારથી વધુ કાપડની બેગનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત રાજ્યના મહત્ત્વના 13 ધાર્મિક સ્થળોએ 30 જેટલા બેગ વેન્ડીંગ મશીન મૂકાયા છે. કાપડની થેલીના વિતરણ મશીનોની માહિતી માટે ‘પ્રતિગ્યા લાઈવ ડેશબોર્ડ’ પણ વિકસાવાયું છે.