જાન્યુઆરી 8, 2026 7:39 પી એમ(PM)

printer

પ્રોજેક્ટ વીર ગાથાના પાંચમા સંસ્કરણમાં આશરે એક કરોડ 92 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ વીર ગાથાના પાંચમા સંસ્કરણમાં આશરે એક લાખ 90 હજાર શાળાઓના એક કરોડ 92 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પહેલી વાર, 18 દેશોની 91 CBSE-સંલગ્ન શાળાઓના 28 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે એકસો વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. આ વિજેતાઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ખાસ મહેમાનો તરીકે ભાગ લેશે.