ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 4, 2024 7:33 પી એમ(PM)

printer

“પ્રેસીડેન્ટ વિથ પીપલ” પહેલ હેઠળ ઉડ્ડયન ક્ષેત્રની મહિલાઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બેઠક યોજાઇ

કેન્દ્રના પ્રયત્નોને કારણે,મોટી સંખ્યામાં મહિલાઓ કારકિર્દી તરીકે ઉડ્ડયન ક્ષેત્ર પસંદ કરી રહી હોવાનું  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું… “પ્રેસીડેન્ટ વિથ પીપલ” પહેલ હેઠળ ઉડ્ડ્યન ક્ષેત્રની મહિલાઓ સાથે આજે રાષ્ટ્રપતિભવન ખાતે બેઠક યોજાઇ હતી..તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,”ઉડ્ડયન ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો કરવા સમાન તકો પણ જરૂરી છે. તેમણે કહ્યું કે,ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની મહિલાઓ વિવિધ કામગીરી અને તકનીકી ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હવાઈ ટ્રાફિક નિયંત્રકોના 15 ટકા મહિલાઓ છે. 11ટકા ફ્લાઇટ ડિસ્પેચર મહિલાઓ છે અને 9 ટકા એરોસ્પેસ એન્જિનિયર્સ મહિલાઓ છે.” તેમણે કહ્યું કે,”ગયા વર્ષે વ્યાપારી લાઇસન્સ મેળવનારા 18 ટકા પાઇલટ્સ મહિલાઓ હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિએ સફળ મહિલાઓને અન્ય મહિલાઓ માટે માર્ગદર્શિકા બનવા અને તેમની કારકિર્દી પસંદ કરવા અને તેમના સપનાને સાકાર કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી