રાજ્યભરની દવાની દુકાનોમાં પોલીસે દરોડા પાડીને તપાસ હાથ ધરાઇ. જેમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરતા દુકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ શહેર અને જિલ્લાઓમાં સ્થાનિક ગુના શાખા સહિતની ટીમ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા.
આ દરોડા દરમિયાન, ગાંધીનગર જિલ્લામાં 317 જેટલી દવાની દુકાનોમાં તપાસ કરવામાં આવી. વલસાડ પોલીસ દ્વારા 282 દવાનીદુકાનોમાં તપાસ કરી, જેમાં એક NDPS સહિત અલગ અલગ કુલ 45 કેસ નોંધાયા. જ્યારે દાહોદમાં 129, જામનગરમાં66 અને પાટણમાં 61 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. તો, જૂનાગઢમાં 11 તેમજ ડાંગમાં 23 દુકાનો તપાસવામાં આવી.
Site Admin | જુલાઇ 9, 2025 7:13 પી એમ(PM)
પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરતા રાજયભરના દુકાનદારો સામે કાયદેસરની પોલીસની કાર્યવાહી