પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તેમણે શાળાના અગ્રણીઓ પાસેથી શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે માહિતી મેળવી.
શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું. સુશ્રી જાડેજાએ બાળકો સાથે કમ્પ્યૂટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 24, 2026 3:06 પી એમ(PM)
પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.