હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે. જેને લઈને જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં દર્શનાર્થીઓ માટે માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેની તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે તમામ વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા.
Site Admin | માર્ચ 7, 2025 10:09 એ એમ (AM)
પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળીના પર્વની ઉજવણી નિમિત્તે ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ.
