ડિસેમ્બર 11, 2024 7:51 પી એમ(PM)

printer

પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું અવસાન

જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જેનાથી સંગીતની દુનિયામાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
અમે આપને યાદ અપાવીએ કે વર્ષ 2017માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો અને ગઝલો ગાઇને તેમણે એક આગવી ઓળખ ઉભી કરી હતી. કહું છું જવાનીને પાછી વળી જા….. , તો મને પાનખરની બીક ના બતાવો…. જેવા અનેક પ્રચલિત ગીતો તેમના ગાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.