પ્રસાર ભારતી, રેલટેલ અને પ્લેબોક્સ ટીવીએ રેલવાયર બ્રોડબેન્ડ પર ફ્રીડમ પ્લાન શરૂ કરવા જોડાણ કર્યું છે. પ્રસાર ભારતીના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર ગૌરવ દ્વિવેદી અને રેલટેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય કુમારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ પ્લાનની જાહેરાત કરી હતી.
આ ફ્રીડમ પ્લાન રેલટેલની હોમ ઇન્ટરનેટ સર્વિસ રેલવાયરનો ઓટીટી બન્ડલ્ડ હોમ ઇન્ટરનેટ પ્લાન છે. તેમાં વાજબી ભાવે લોકોને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરૂં પાડવામાં આવે છે, જેમાં પ્રસારભારતીનું ઓટીટી પ્લેટફોર્મ WAVES, અન્ય નવ પ્રિમીયમ ઓટિટી પ્લેટફોર્મ, 30 Mbps હાઇ સ્પીડ ઇન્ટરનેટ, 400થી વધુ લાઇવ ચેનલનો સમાવેશ થાય છે
Site Admin | નવેમ્બર 25, 2024 7:54 પી એમ(PM)
પ્રસાર ભારતી, રેલટેલ અને પ્લેબોક્સ ટીવીએ રેલવાયર બ્રોડબેન્ડ પર ફ્રીડમ પ્લાન શરૂ કરવા જોડાણ કર્યું છે
