પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણસમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દી માસ અંતર્ગત સપ્ટેમ્બર અનેઓક્ટોબર મહિનામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારો આપી સન્માનિતકરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં વિવિધ વિષયો પર વર્કશોપ અને સેમિનારનો સમાવેશથતો હતો, જેમાં પ્રસાર ભારતીના અધિકારીઓ અનેકર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને સંબોધતા પ્રસાર ભારતીના અધ્યક્ષનવનીત સહગલે જણાવ્યું હતું કે હિન્દી તમામ ભારતીયોને તેમની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસા સાથે જોડે છે.તે જ સમયે, પ્રસાર ભારતીના મુખ્યકાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ કહ્યું કે સત્તાવાર ભાષાનો ફેલાવો અને પ્રચારકરવો એ દરેકની નૈતિક જવાબદારી છે. આ સમારોહમાં આકાશવાણીના મહાનિદેશક પ્રજ્ઞા પાલીવાલ ગૌર,દૂરદર્શનના મહાનિદેશક કંચન પ્રસાદ અને દૂરદર્શનના સમાચાર મહાનિદેશકપ્રિયા કુમાર અને કેટલાક વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:49 પી એમ(PM)
પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કર્યું હતું
