પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ, બધી મેચોનું પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ, વેવ્સ ઓટીટી અને પ્રસાર ભારતીના અન્ય પ્લેટફોર્મ પર કરવામાં આવશે.
પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશક આનંદેશ્વર પાંડેએ કરારનું આદાન પ્રદાન કર્યું. આ પ્રસંગે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કરારનો ઉદ્દેશ્ય દેશમાં આ હેન્ડબોલ રમતની પહોંચ વધારવાનો અને નવી પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો છે.
Site Admin | જુલાઇ 12, 2025 1:49 પી એમ(PM)
પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો