ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે કહ્યું છે કે, સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે કહ્યું છે કે,સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.સોમનાથમાં ચિંતન શિબિરના અંતિમ દિવસે નવનીત સેહગલે સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સેહગલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા થતી સકારાત્મક પ્રવૃત્તિઓ અને જન કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ અગત્યની છે.કેન્દ્ર સરકારનાં Mygov પ્લેટફોર્મના ડિરેક્ટર ઉપેન્દ્ર ઉપાધ્યાયે પણ સહભાગીઓને સોશિયલ મીડિયાના વિવિધ અને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા સરકારની જન કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને સામાન્ય માણસ સુધી પહોંચાડવા અંગેનું માર્ગદર્શન પાવર પોઇન્ટ આપ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.