એપ્રિલ 25, 2025 7:45 પી એમ(PM)

printer

પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને 20 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકોનો વ્યાપક આવકાર

દૂરદર્શન અને આકાશવાણીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતાં પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્ઝને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે.
દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન. એલ. ચૌહાણે જણાવ્યું કે, વેવ્ઝ- ફેમિલી એન્ટરટેઈનમેન્ટ કી નયી લહેર” ટેગલાઇન હેઠળ આ પ્લેટફોર્મ 20 લાખથી વધુ ડાઉનલોડ્સ અને ભારતમાં 40 લાખથી વધુ વપરાશકર્તાઓની મુલાકાત સાથે મનોરંજન ક્ષેત્રમાં અગ્રણી સ્રોત તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે વેવ્ઝ પર ઉપલબ્ધ ઇન્ફોટેઇનમેન્ટ 10 શૈલીઓમાં રજૂ કરવામાં આવી છે, જેમાં રામાયણ, મહાભારત, શક્તિમાન અને હમ લોગ જેવા જૂના ક્લાસિક શોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, આ પ્લેટફોર્મ પર એક હજાર 800 થી વધુ ફિલ્મ, ડોક્યુમેંટરી, સંગીત ઉપરાંત વીડિયો, ફ્રી-ટુ-પ્લે ગેમિંગ, રેડિયો, લાઇવ ટીવી, 65 લાઇવ ચેનલ્સ, વીડિયો અને ગેમિંગ તેમજ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પણ છે જે દ્વારા ઓનલાઇન શોપિંગ પણ કરી શકાશે.
આ પ્લેટફોર્મ પર હિન્દી, ગુજરાતી સહિત 26 ભાષાઓમાં સામગ્રી જોઈ શકાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.