ફેબ્રુવારી 26, 2025 2:22 પી એમ(PM)

printer

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે, આકાશવાણીએ હંમેશા લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જાહેર પ્રસારણકર્તા તરીકે તેની જવાબદારી ખૂબ ગંભીરતાથી લે છે

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે, આકાશવાણીએ હંમેશા લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જાહેર પ્રસારણકર્તા તરીકે તેની જવાબદારી ખૂબ ગંભીરતાથી લે છે. મહાકુંભના અંતિમ દિવસે તેમના સંદેશમાં, શ્રી સહગલે કહ્યું કે, 48-દિવસના પ્રસારણ દરમિયાન, આકાશવાણીની કુંભવાણી ચેનલે ઘણા લોકોને સ્પર્શ્યા. પ્રસાર ભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ મહાકુંભના કવરેજમાં આકાશવાણીની કુંભવાણી ચેનલના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે આકાશવાણીએ કુંભવાણી દ્વારા રીઅલ-ટાઇમ સમાચાર, ઇન્ટરવ્યુ અને વિશેષ કાર્યક્રમો પ્રદાન કરીને
જાહેર સેવા પ્રસારણકર્તા તરીકે તેની ભૂમિકા નિભાવી છે. આ પ્રસંગે  આકાશવાણીના મહાનિર્દેશક, ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌરે ટૂંકા ગાળામાં વિશાળ પ્રેક્ષકો
સુધી પહોંચવામાં કુંભવાણીની સફળતાનો સ્વીકાર કર્યો. તેમણે કુંભવાણી ચેનલ પર સતત કાર્યક્રમો રજૂ કરનાર ટીમની પ્રશંસા કરી હતી.