ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 10:56 એ એમ (AM)

printer

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે. ગઇકાલે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ પ્રયાગરાજના કુંભવાણી રેડિયો સ્ટેશન ખાતે એક કાર્યક્રમ દરમિયાન શ્રી સેહગલે આ મુજબ જણાવ્યું હતું. આ રેડિયો કેન્દ્રની પ્રશંસા કરતા શ્રી સેહગલે કહ્યું કે તે મહાકુંભના જીવંત અને વિશ્વસનીય કવરેજ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

શ્રી સેહગલે નૈની વિસ્તાર સંગમ સેક્ટર-4 ખાતે સ્થાપિત આકાશવાણી અને દૂરદર્શન સેન્ટરના સ્ટુડિયોનું નિરીક્ષણ કર્યું અને પ્રસારણ પ્રણાલીની સમીક્ષા કરી. તેમણે આ કાર્યક્રમનું વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. શ્રી સેહગલનો અંદાજ છે કે પ્રસાર ભારતી આકાશવાણી, કુંભવાણી, દૂરદર્શન અને વેવ્ઝ ઓટીટી દ્વારા લગભગ 100 કરોડ લોકો સુધી પહોંચ્યું છે. શ્રી સેહગલે કહ્યું કે ભવિષ્યમાં પણ આવી નવીનતાઓ ચાલુ રહેવી જોઈએ જેથી માસ કોમ્યુનિકેશન દ્વારા વધુને વધુ લોકોને લાભ મળી શકે.

શ્રી સહગલે જણાવ્યું હતું કે મહાકુંભની દરેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ દેશ અને વિદેશમાં રહેતા શ્રદ્ધાળુઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે અવિરત માહિતી પ્રસાર માટે આધુનિક ટેકનોલોજી અપનાવવી જોઈએ.