ડિસેમ્બર 10, 2025 7:15 પી એમ(PM)

printer

પ્રવાસન સ્થળોના વિકાસ અને નવા પ્રવાસન સ્થળ વિકસાવવા ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચના કરાશે

રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને નવા પ્રવાસન સ્થળ વિકસાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચના કરાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ સોસાયટીમાં જિલ્લા કલેકટર/ મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે. આ ઉપરાંત જિલ્લા સ્તરના મહત્વના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રવાસન સંબંધિત સંગઠનો અને બોર્ડના પ્રતિનિધિઓનો સમાવેશ કરાશે. પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લામાં 10 કરોડ રૂપિયા સુધીનું અનુદાન અપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.