ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2025 8:19 પી એમ(PM)

printer

પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું 22 સપ્ટેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે

પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં 22 સપ્ટેમ્બરના રોજ સાંજે થશે… અમદાવાદમાં યોજાનારા પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ પહેલી ઓક્ટોબર સુધી ચાલશે.. ઉદ્ઘાટનના દિવસે ‘આહવાન મા આદ્યા શક્તિ’ની થીમ પર સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા સાથે નવરાત્રીનો અનેરો આનંદ મહોત્સવ યોજાશે. જેમાં પરંપરાગત ગરબાની ઉજવણી માટે એક હજાર થી વધુ કલાકારોની સાથે મળીને પ્રસ્તુતિ કરશે. નાના જૂથ માટે ખાસ ગરબા ઝોનથી લઈને બાળકો માટે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાતના પ્રખ્યાત કલાકારો પણ આ કાર્યક્રમનો હિસ્સો બનશે.