પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું. અંદાજે ૧૪ કરોડ ૯૨ લાખ રૂપિયાના ખર્ચે બનનારા ૨૦૦ મીટર લાંબા આ બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકાના અંદાજિત ૪૫ ગામોના લોકોને અમદાવાદ, રાજકોટ નેશનલ હાઇવે સાથે જોડાણ મળી રહેશે. આ પ્રસંગે નાયબ દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે જિલ્લાના ટુવા, ગુંદિયાણા, ખોલડીયાદનો રસ્તો ૮૩ લાખના ખર્ચે નવો બનશે
Site Admin | માર્ચ 17, 2025 9:50 એ એમ (AM)
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું
