ભારત પાકિસ્તાન સંઘર્ષની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, મહાનગરપાલિકા તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી અનુસાર રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી-કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય મુખ્યમથક નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. દરમિયાન, રાજ્યમાં આગામી 96 કલાક એટલે કે 4 દિવસ સુધી ડ્રોન ઉડાડવા પર અને 15-મે સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું.
Site Admin | મે 9, 2025 7:48 પી એમ(PM) | #gujaratgovernment
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
