પ્રવર્તન નિર્દેશાલય-EDએ, બિન-સરકારી સંસ્થાઓ, સોરોસ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફંડ અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ દ્વારા કથિત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-FEMA ઉલ્લંઘનની તપાસ કરવા માટે બેંગલુરુમાં આઠ સ્થળોએ FEMA હેઠળ દરોડા પાડ્યા હતા.
ED એ ખુલાસો કર્યો કે, 2016માં ગૃહ મંત્રાલય દ્વારા સોરોસ OSF ની તપાસ કરવામાં આવી હતી, અને તેના પર ભારતમાં NGO ને અનિયમિત દાન આપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ પ્રતિબંધને ટાળવા માટે, OSF એ ભારતમાં પેટાકંપનીઓ બનાવી અને વિદેશી સીધા રોકાણ – FDI – અને કન્સલ્ટન્સી ફીના રૂપમાં ભંડોળ મેળવ્યું. EDએ જણાવ્યું કે, આ ભંડોળનો ઉપયોગ NGOની પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે કરાયો છે, જે FEMAનું ઉલ્લંઘન છે.
Site Admin | માર્ચ 18, 2025 8:00 પી એમ(PM)