પ્રવર્તન નિદેશાલય – ED એ અનિલ અંબાણીના રિલાયન્સ / ઉદ્યોગ સમૂહ સાથે જોડાયેલી ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી છે. આ મિલકત દિલ્હી, નોયડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપૂરમ્ અને પૂર્વ ગોદાવરીમાં આવેલી છે.
ED-એ અનિલ અંબાણી અને તેમના સમૂહની કંપનીઓ સામે કથિત ધિરાણ છેતરપિંડી સાથે સંકળાયેલા મની લૉન્ડરીંગ કેસની તપાસ મામલે આ 40 મિલકત અસ્થાયી રીતે ટાંચમાં લીધી છે. ED-એ મની લૉન્ડરીંગ નિવારણ કાયદા હેઠળ ગયા મહિને આદેશ જાહેર કર્યા બાદ કાર્યાલય પરિસર, રહેણાંક એકમ સહિતની મિલકત જપ્ત કરી છે.
Site Admin | નવેમ્બર 3, 2025 8:05 પી એમ(PM)
પ્રવર્તન નિદેશાલયે અનિલ અંબાણીની ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી