ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 25, 2025 2:15 પી એમ(PM) | મહાકુંભ

printer

પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રિના વિશેષ સ્નાન પૂર્વે તમામ વ્યવસ્થા કરવામાં આવી

(મહાકુંભ ઑપનિંગ મ્યૂઝિક) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભની આવતીકાલે મહાશિવરાત્રિએ સત્તાવાર પૂર્ણાહૂતિ થશે. આ વિશેષ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનાં આગમને ધ્યાનમાં રાખીને તંત્રએ વ્યાપક તૈયારી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માદંડે જણાવ્યું કે, કુંભમેળાનાં સમાપન દિવસને ભવ્ય, દિવ્ય અને યાદગાર બનાવવા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.(BYTE :RAVINDRAKUMAR) ઉલ્લેખનીય છે કે, ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં કુલ 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પાવન ડૂબકી લગાવી છે. આવતીકાલે મહાશિવરાત્રિ પ્રસંગે શ્રધ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા આજે સાંજે 4 વાગ્યાથી મેળા ક્ષેત્ર અને સાંજે 6 વાગ્યાથી કમિશનરેટ પ્રયાગરાજ વિસ્તારને નો-વ્હિકલ ઝોન જાહેર કરાયો છે.(મહાકુંભ ક્લોસિંગ મ્યૂઝિક)