ફેબ્રુવારી 26, 2025 7:51 પી એમ(PM)

printer

પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે

પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં છ અઠવાડિયામાં અત્યાર સુધીમાં 64 કરોડ 60 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા છે, જે તેને વિશ્વનો સૌથી મોટો માનવતાનો મેળો બનાવે છે. આજે સાંજે 4 વાગ્યા સુધી, 1 કરોડ 32 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું. આ મહાકુંભ દરમિયાન સલામત, સુરક્ષિત અને યાદગાર બને તે માટે અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશનો, રસ્તાઓ અને શહેરના પ્રવેશદ્વારો પર ભક્તોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે.
મહાકુંભનાં સમાપન પ્રસંગે પ્રયાગરાજનાં અવકાશમાં એર-શો યોજવામાં આવ્યો હતો.