ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 28, 2025 1:49 પી એમ(PM) | પ્રયાગરાજ

printer

પ્રયાગરાજમાં મૌની અમાવાસ્યાને ધ્યાને લઇને શ્રધ્ધાળુઓની સલામતીની સાત સ્તરીય વ્યવસ્થા કરાઇ

ઉત્તરપ્રદેશ સરકારે આવતીકાલે મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. સરકારે સાત-સ્તરીય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે.અમારા પ્રતિનીધિના અહેવાલ મુજબ મહાકુંભ વિસ્તારને NO-VIP ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અમારા પ્રતિનીધિ જણાવે છે કે, મેદાનમાં 328 AI-સક્ષમ કેમેરા સહિત લગભગ 3 હજાર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અર્ધલશ્કરી દળો સહિત 50 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.સંગમ ખાતે પાણીની નીચે નજર રાખવા માટે પહેલીવાર પાણીની અંદર ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. દરમ્યાન મૌની અમાસના શાહી સ્નાનને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજમાં ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 30 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.મહાકુંભના બીજા અમૃત સ્નાન મહોત્સવ, મૌની અમાસ માટે કરોડો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.